ભાષા ઍક્સેસ યોજના

P.L. 2023, c.263 મુજબ

યોજનાની અમલ તારીખ: 15 ડિસેમ્બર, 2025

આ ભાષા ઍક્સેસ યોજનામાં આપેલી માહિતી ડિસેમ્બર 2025ના રોજની ન્યુ જર્સીના શિક્ષણ વિભાગની વર્તમાન આકારણી, પ્રથાઓ, સેવાઓ, કર્મચારીઓ તેમજ સંસાધનો દર્શાવે છે. ન્યુ જર્સીનો શિક્ષણ વિભાગ ભાષાકીય ઍક્સેસના પ્રવર્તમાન અમલીકરણ પરત્વેના તેના પ્રયાસો ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે અને તે કાયદા અનુસાર આ યોજનામાં સુધારો કરશે.

ભાષા ઍક્સેસ સંકલનકર્તા (Language Access Coordinator, "LAC")

ભાષા ઍક્સેસ સંબંધિત પ્રયત્નો અને સેવાઓ અંગે જાહેર જનતા માટે એજન્સી સાથે સંપર્ક કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે LAC નો સંપર્ક કરવો:

પરિચય

આ ભાષા ઍક્સેસ યોજના ("યોજના") ન્યુ જર્સીના ભાષા ઍક્સેસ કાયદા, P.L. 2023, c.263નું પાલન કરે છે, જે ન્યુ જર્સીની આપણા રાજ્યના વિવિધ રહેવાસીઓ માટે આપણા સરકારી સંસાધનોને વધુ સુલભ બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે છે. કાયદા મુજબ રાજ્ય એજન્સીઓએ ભાષા સહાય સેવાઓ પૂરી પાડવાની અને મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓ સાથે તેઓ કેવી રીતે વાતચીત કરશે અને મદદ કરવા માટે તેઓ કઈ સેવાઓ પ્રદાન કરશે તે સમજાવતી ભાષા ઍક્સેસ યોજના પ્રકાશિત કરવાની જરૂર છે.

ભાષા ઍક્સેસ યોજના 1 એ એક દસ્તાવેજ છે જે રાજ્ય સરકારની સંસ્થા 2 અને તેના કર્મચારીઓને પૂરી પાડવાની જરૂરી સેવાઓનું વર્ણન કરે છે જેથી મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓને તેના કાર્યક્રમો, સેવાઓ અને પ્રવૃત્તિઓની અર્થપૂર્ણ ઍક્સેસ મળે.

મર્યાદિત અંગ્રેજી કુશળતા હોવાનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની પ્રાથમિક ભાષા તરીકે અંગ્રેજી બોલી શકતી નથી અને તેની પાસે અંગ્રેજી વાંચવાની, લખવાની, બોલવાની અને/અથવા સમજવાની મર્યાદિત ક્ષમતા હોઈ શકે છે.

આ દસ્તાવેજ નીચેની બાબતો વિશે માહિતી પૂરી પાડે છે:

  • અમારી એજન્સી અને અમે જનતા સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ
  • મર્યાદિત અંગ્રેજી કુશળતા (Limited English Proficiency, “LEP”) ધરાવતી વસ્તી જેમને અમે સેવા આપીએ છીએ અથવા જેમને સેવા આપવાની શક્યતા છે

તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે અમારી એજન્સી:

  • ભાષાની જરૂરિયાતો ઓળખે છે
  • ભાષા સહાય સેવાઓ પૂરી પાડે છે
  • ભાષા સહાય સેવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોવાની ખાતરી કરે છે
  • ઉપલબ્ધ મફત ભાષા સહાય સેવાઓ વિશે જનતાને માહિતી આપે છે
  • ન્યુ જર્સીના ભાષા ઍક્સેસ કાયદાનું પાલન કરવાના અમારા પ્રયાસો વિશે જનતાને માહિતગાર રાખે છે
  • LEP ધરાવતા લોકોની સેવા કરવા માટે સ્ટાફને તાલીમ આપે છે
  • ન્યુ જર્સીના ભાષા ઍક્સેસ કાયદાનું પાલન કરે છે

1. P.L. 2023, c.263 મુજબ, “કાર્યકારી શાખાની દરેક રાજ્ય સરકારની સંસ્થા, જે જનતાને સીધી સેવાઓ પ્રદાન કરે છે, તે માનવ સેવા વિભાગ, કાનૂન અને જાહેર સુરક્ષા વિભાગ, તથા માહિતી તકનીકી કચેરી સાથેની ચર્ચા-સલાહથી એવી ભાષા ઍક્સેસ યોજના તૈયાર કરશે અને પ્રકાશિત કરશે, જે આ અધિનિયમની જોગવાઈઓનું સંસ્થાએ કેવી રીતે પાલન કરવાનું છે તે દર્શાવશે.”

2. P.L. 2023, c.263 અનુસાર, "રાજ્ય સરકાર સંસ્થા" ને "કાર્યકારી શાખામાં કોઈપણ રાજ્ય વિભાગ અથવા એજન્સી અથવા જાહેર જનતાને સીધી સેવાઓ પૂરી પાડતું કોઈપણ કમિશન, બોર્ડ, બ્યુરો, વિભાગ, કાર્યાલય અથવા તેના સાધન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે."

A. અમારી એજન્સી અને અમે જનતા સાથે કેવી રીતે સંપર્ક કરીએ છીએ

1. એજન્સીનું ધ્યેય

ન્યુ જર્સીનો શિક્ષણ વિભાગ (New Jersey Department of Education, NJDOE) ન્યુ જર્સીના તમામ 1.4 મિલિયન વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણની ન્યાયી ઍક્સેસ મળી રહે તેની તેમજ તેઓ શિક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે તેની ખાતરી રહે તે માટે શાળાઓ, શિક્ષણવિદો અને જિલ્લાઓને ટેકો આપે છે.

2. અમે જનતા સાથે કેવી રીતે વાતચીત કરીએ છીએ

NJDOE જનતા સાથે NJDOE ની વેબસાઇટ, ન્યુ જર્સી આકારણી પોર્ટલ, ઇમેઇલ, ટેલિફોન મારફતે, રૂબરૂમાં થતી ઇવેન્ટ અને સામુદાયિક પ્રસાર દરમિયાન, શાળા અને જિલ્લાની મુલાકારો વખતે, વિવાદ નિરાકરણ અને અપીલની અરજી દરમિયાન, સત્તાવાર મુલાકાત દરમિયાન તેમજ સાર્વજનિક ટેસ્ટિમની મારફતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

3. ભાગ લેતી સંસ્થાઓ

એજન્સી-વ્યાપ્ત સહભાગિતા

B. મર્યાદિત અંગ્રેજી કુશળતા(Limited English Proficiency, “LEP”) ધરાવતી વસ્તી જેમને અમારી એજન્સી સેવા આપે છે અથવા જેમને સેવા આપવાની શક્યતા છે

કાયદા મુજબ રાજ્યની એજન્સીઓ મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતી વ્યક્તિઓને ભાષા સહાય સેવાઓ પૂરી પાડે તે જરૂરી છે. આમાં તેઓ જે લોકોને સેવા આપે છે અથવા જે સેવા લેવાની શક્યતા ધરાવે છે તેમની જરૂરિયાતોને ઓળખવાનો સમાવેશ થાય છે, જેમાં લેખિત અને બોલાતી ભાષા, બંનેને આવરી લેવામાં આવે છે.

કાયદા હેઠળ, એજન્સીઓએ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો 3 અને માહિતીનો ન્યુ જર્સીમાં LEP ધરાવતા વ્યક્તિઓ દ્વારા સૌથી વધુ બોલાતી સાત (7) ભાષાઓમાં અનુવાદ કરવો આવશ્યક છે. આ ટોચની સાત ભાષાઓ નક્કી કરવા માટે, અમારી એજન્સી યુ.એસ. વસ્તી ગણતરી ડેટા (અમેરિકન કોમ્યુનિટી સર્વેના ડેટા સહિત) નો ઉપયોગ કરે છે અને ભાષા ઍક્સેસ અમલીકરણ લીડ એજન્સીઓ સાથે પરામર્શ કરે છે.

આ ડેટા અમારી એજન્સીને હાલમાં અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ અથવા જે સમુદાયોમાં સેવા આપવાની શક્યતા છે તેમની અન્ય ભાષાકીય લાક્ષણિકતાઓને સમજવામાં પણ મદદ કરે છે, જેનાથી અસરકારક ભાષા ઍક્સેસ આયોજન સુનિશ્ચિત થાય છે.

આ યોજનાના સમયે, ન્યુ જર્સીમાં LEP ધરાવતા વ્યક્તિઓ દ્વારા બોલાતી ટોચની ભાષાઓ છે:

  1. સ્પેનિશ
  2. પોર્ટુગીઝ (બ્રાઝિલિયન બોલી માટે પસંદગી)
  3. કોરિયન
  4. ગુજરાતી
  5. ચાઇનીઝ (મેન્ડરિન અને કેન્ટોનીઝ સહિત) 4
  6. ફ્રેન્ચ ક્રેઓલ અથવા હૈતીયન ક્રેઓલ
  7. અરબી

1. રાજ્ય સ્તરે ટોચની સાત ભાષાઓ ઉપરાંત ભાષાઓનો ઉમેરો

કાયદામાં એ પણ જરૂરી છે કે રાજ્ય એજન્સીઓ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોનો અનુવાદ તેઓ જે વસ્તીને સેવા આપે છે તેના આધારે એજન્સી દ્વારા જરૂરી ગણાતી અન્ય કોઈ પણ ભાષાઓમાં કરે.

LEP ધરાવતા લોકો દ્વારા બોલાતી સાત સૌથી વધુ સામાન્ય ભાષાઓ ઉપરાંત, અમારી એજન્સી અમુક દસ્તાવેજોનો નીચેની ભાષાઓમાં અનુવાદ કરે છે:

  • બંગાળી
  • હિન્દી
  • પોલિશ
  • રશિયન
  • તેગલોગ
  • ઉર્દૂ
  • વિયેટનામીઝ

2. દુભાષિયા સેવાઓ માટે ઉપલબ્ધ ભાષાઓ

કાયદા હેઠળ, રાજ્ય એજન્સીઓએ સેવાઓ અથવા લાભો આપતી વખતે એજન્સી અને વ્યક્તિ વચ્ચે તે વ્યક્તિની પ્રાથમિક ભાષામાં દુભાષિયા સેવાઓ પૂરી પાડવાની હોય છે.

3. LEP ધરાવતા લોકો

અમારી એજન્સી સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે તેવી LEP ધરાવતી વસતીમાં બાળકો અને યુવા, વિદ્યાર્થીઓ, માતાપિતા, પરિવારજનો, સાંભળકર્તાઓ, અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો, સામુદાયિક સંસ્થાઓના સભ્યો અને તેમના હિમાયતીઓ, શાળાની બસના કોન્ટ્રાકટરો, માતાપિતા, બહુભાષી વિદ્યાર્થીઓ, સ્થળાંતર કરીને આવેલા પરિવારો તેમજ બેઘરપણા અથવા વસવાટમાં અસ્થાયી હોવાનો અનુભવ કરતા પરિવારોનો સમાવેશ થાય છે.

3. P.L. 2023, c.263 અનુસાર, મહત્વપૂર્ણ દસ્તાવેજો એ એવા “દસ્તાવેજો છે, જે કાર્યક્રમની સેવાઓ અથવા લાભોમાં પ્રવેશ, જાળવણી, સમાપ્તિ અથવા બહિષ્કાર અંગે અસર કરે છે અથવા કાનૂની માહિતી આપે છે; કાયદેસર ફરજિયાત છે; અથવા કાનૂની અધિકારો સમજાવે છે.”

4. જ્યારે બોલાતી ચાઇનીઝમાં મુખ્યત્વે મેન્ડરિન અને કેન્ટોનીઝનો સમાવેશ થાય છે, ત્યારે લેખિત સંદેશાવ્યવહાર માટે અનુવાદ સરળીકૃત અને પરંપરાગત ચાઇનીઝ અનુસાર હોવો જોઈએ.

C. ભાષા સહાય સેવાઓ અને ભાષા ઓળખની જરૂરિયાત નક્કી કરવી

જ્યારે LEP ધરાવતી વ્યક્તિ અમારી એજન્સીનો સંપર્ક કરે છે, ત્યારે સ્ટાફે નીચેની રીતે ભાષા સહાયની જરૂર છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવું જોઈએ (કોષ્ટકો 1–3).

કોષ્ટક 1: વ્યક્તિગત રીતે
વર્ણન લાગુ પડતા બધા (X) પર ચેક કરો
વ્યક્તિ અથવા તેમના સાથી દ્વારા સ્વૈચ્છિક સ્વ-ઓળખ X
બહુભાષી ભાષા ઓળખ કાર્ડ, પોસ્ટર અથવા દૃશ્ય સહાયનો ઉપયોગ (ઉદાહરણ તરીકે, “I speak” પોસ્ટર) -
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા માટે તાલીમ પામેલા સ્ટાફ તરફથી સહાય -
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા/પુષ્ટિ કરવા માટે લાયક દુભાષિયા (વ્યક્તિગત રીતે, ફોન પર અને/અથવા દૂરસ્થ) તરફથી સહાય -
કોષ્ટક 2: ટેલિફોનિક સંચાર
વર્ણન લાગુ પડતા બધા (X) પર ચેક કરો
વ્યક્તિ અથવા તેમના સાથી દ્વારા સ્વૈચ્છિક સ્વ-ઓળખ X
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા માટે તાલીમ પામેલા સ્ટાફ તરફથી સહાય -
વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા/પુષ્ટિ કરવા માટે લાયક દુભાષિયા (વ્યક્તિગત રીતે, ફોન પર અને/અથવા દૂરસ્થ) તરફથી સહાય -
કોષ્ટક 3: ઇલેક્ટ્રોનિક સંચાર
વર્ણન લાગુ પડતા બધા (X) પર ચેક કરો
એજન્સીની વેબસાઇટ પર ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓની સૂચના X
લાગુ પડતા ફોર્મ, પત્રો અને/અથવા ઇમેઇલ સંદેશાવ્યવહારમાં બહુભાષી ટેગલાઇનનો સમાવેશ થાય છે -
વેબસાઇટ પર બહુભાષી ચેટબોટ -
ફક્ત પ્રાથમિક ભાષા ઓળખવા માટે સ્વચાલિત અનુવાદ સાધનોનો ઉપયોગ X
અન્ય (સ્પષ્ટ કરો): વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક સ્વ-ઓળખ, જે-તે વ્યક્તિની પ્રાથમિક ભાષા ઓળખવા માટે તાલીમ પામેલા સ્ટાફ તરફથી સહાય X

D. ભાષા સહાય સેવાઓની જોગવાઈ

1. મહત્ત્વપૂર્ણ દસ્તાવેજનો અનુવાદ

કાયદા અનુસાર મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોનો અનુવાદન કરવો ફરજિયાત છે. P.L. 2023, c.263 મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને “કાર્યક્રમની સેવાઓ અથવા લાભોની ઍક્સેસ, જાળવણી, સમાપ્તિ અથવા તેમાંથી બાકાત રાખવાને અસર કરતા અથવા તે વિશે કાનૂની માહિતી આપતા; કાયદેસર રીતે ફરજિયાત; અથવા કાનૂની અધિકારો સમજાવતા દસ્તાવેજો” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અમારી એજન્સી પાસે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદ માટે નીચેના સંસાધનો ઉપલબ્ધ છે (કોષ્ટક 4).

કોષ્ટક 4: મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદ માટેના સંસાધનો
સ્રોત લાગુ પડતા બધા (X) પર ચેક કરો
લાયકાત ધરાવતા, તાલીમ પામેલા અને/અથવા નિયુક્ત બહુભાષી સ્ટાફ -
કોન્ટ્રાક્ટરો X

મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોના અનુવાદની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પરિશિષ્ટ 1 માં આ પ્રકાશનના દિવસ સુધી અનુવાદિત થયેલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે. આ યાદીની જાળવણી અને સુધારો ઓછામાં ઓછું વર્ષમાં એક વખત વાર્ષિક અહેવાલના ભાગરૂપે કરવામાં આવશે.

2. ભાષા અર્થઘટનની સેવાઓ

અમારી એજન્સી પાસે બોલાતી અથવા સાંકેતિક ભાષાના અર્થઘટન (ઇન્ટરપ્રિટિંગ) માટેની વિનંતિઓ માટે નીચે મુજબના મફત સ્રોતો ઉપલબ્ધ છે (કોષ્ટક 5).

કોષ્ટક 5: બોલાતી અથવા સાંકેતિક ભાષાના અર્થઘટન (ઇન્ટરપ્રિટિંગ) ની વિનંતિઓ માટેના સ્રોતો
સ્રોતો લાગુ પડતા બધા (X) પર ચેક કરો
યોગ્ય, પ્રશિક્ષિત અને/અથવા નિયુક્ત બહુભાષી કર્મચારીઓ પાસેથી સહાય -
ફોન દ્વારા દુભાષિયાની સેવાઓ -
સ્થળ પર ઉપસ્થિત દુભાષિયાની સેવાઓ -
વિડિયો મારફતે દૂરસ્થ દુભાષિયાની સેવાઓ -

3. વધારાના સુલભતા સાધનો અને સેવાઓ

કોષ્ટક 6: સુલભતા સાધનો અને સેવાઓ
સાધનસામગ્રી અથવા સેવા લાગુ પડતા બધા (X) પર ચેક કરો
એજન્સીના કાર્યક્રમોમાં સહાય માટેના ટેલિફોન અવાજ મેનૂ નીચે જણાવેલ ભાષાઓમાં ઉપલબ્ધ છે (વિગત આપો) -
પ્રશિક્ષિત બહુભાષી સ્ટાફ નીચે દર્શાવેલ પસંદગીની ભાષાઓમાં મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓ સાથે સંવાદ કરી શકે છે (વિગત આપો): -
હિયરિંગ ઇન્ડક્શન લૂપ, પોકેટ ટોકર, કેપ્શનિંગ, વિડિયો-દૂરસ્થ દુભાષિયા અને/અથવા જે-તે સમયે સાથે થતા જતા અર્થઘટનના સાધનો જેવા સહાયક સાધનોની સુલભતા ઉપલબ્ધ છે X
સહાયક સહાયની જરૂર હોય તેવા લોકોને સેવા આપતી ભાગીદાર એજન્સીઓ દ્વારા સેવાઓ, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: માનવ સેવા વિભાગનો બધિર અને ઓછી શ્રવણશક્તિ ધરાવનારાઓનો વિભાગ X

E. ગુણવત્તા ખાતરી માટેની પદ્ધતિઓ

ભાષા સહાય સેવાઓ સચોટ, ઉચ્ચ-ગુણવત્તાવાળી અને સાંસ્કૃતિક રીતે સક્ષમ છે તેની ખાતરી કરવા માટે, ચાલી રહેલી અથવા આયોજિત પ્રવૃત્તિઓમાં શામેલ છે (કોષ્ટક 7):

કોષ્ટક 7: ગુણવત્તા ખાતરી માટેની પદ્ધતિઓ
પદ્ધતિ લાગુ પડતા બધા (X) પર ચેક કરો
સરળ ભાષાના ઉપયોગને પ્રાથમિકતા આપવી X
ગુણવત્તા ખાતરી ધોરણો લાગુ કરતા ચકાસાયેલ કોન્ટ્રાક્ટરોનો ઉપયોગ કરીને ખાતરી કરવી કે તેના ભાષાશાસ્ત્રીઓ અનુભવી, તાલીમ પામેલા અને યોગ્ય પ્રમાણિત છે અને તેમજ ભાષાકીય અને સાંસ્કૃતિક રીતે સક્ષમ છે X
વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી દુભાષિયા અને અનુવાદ સેવાઓની ગુણવત્તાનું નિરીક્ષણ અને ટ્રેકિંગ, અને તે સેવાઓની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે સ્ટાફને તાલીમ આપવી -
વિક્રેતા કરારોમાં ગુણવત્તા ખાતરી આવશ્યકતાઓનો સમાવેશ થાય છે, દા.ત., શબ્દકોષો, અનુવાદ સમીક્ષા, અનુવાદ મેમરીનો ઉપયોગ, સ્થાનિકીકરણ સોફ્ટવેર, ડેસ્કટોપ પબ્લિશીંગ, વગેરે X
સમયાંતરે દુભાષિયા અને અનુવાદ સેવાઓની ગુણવત્તા ચકાસવા માટે સમુદાય-આધારિત સંસ્થાઓ સાથે ભાગીદારી કરવી -
વિવિધ ભાષાઓમાં અનુવાદિત દસ્તાવેજો અને દુભાષિયા સેવાઓનું સમયાંતરે પરીક્ષણ કરવું -
સહાયક સહાય અને સાધનો, જેમ કે હિયરિંગ ઇન્ડક્શન લૂપ્સ, પોકેટ ટોકર્સ, કેપ્શનિંગ, ટેબ્લેટ્સ અને/અથવા જે -તે સમયે સાથે થતા જતા અનુવાદ સાધનોની ગુણવત્તા અને યોગ્ય જાળવણીની ખાતરી કરવી -
અન્ય (સ્પષ્ટ કરો):આંતરિક સ્ટાફ પૂરા થયેલા અનુવાદોની સમીક્ષા કરે છે, આકરણીઓની કચેરી તેમની સ્પેનિશ ભાષા શિક્ષણવિદ્દની સમિતિ મારફતે સ્પેનિશમાં અનુવાદ કરેલા દસ્તાવેજોનું સચોટતા અને સાતત્ય બાબતે મૂલ્યાંકન કરે છે. X

F. મફત ભાષા સહાય સેવાઓની ઉપલબ્ધતા વિશે જાહેર સૂચના

અમારી એજન્સી LEP ધરાવતા વ્યક્તિઓને સહાયક સહાય અને સાધનો સહિત જરૂરી ભાષાઓમાં નીચેની રીતે મફત ભાષા સહાય સેવાઓના તેમના અધિકાર વિશે માહિતી આપે છે (કોષ્ટક 8):

કોષ્ટક 8: જાહેર સૂચના
પદ્ધતિ લાગુ પડતા બધા (X) પર ચેક કરો
જાહેર જનતા માટે ખૂબ જ નજરે ચડતા વિસ્તારોમાં ચિહ્નો અને પોસ્ટરો -
એજન્સીની વેબસાઇટ પર ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓ, પ્રક્રિયાઓ અને કાયદા દ્વારા જરૂરી દસ્તાવેજોનું વર્ણન કરતી માહિતી -
મુદ્રિત સામગ્રી, પ્રકાશનો અને જાહેરાતો -
અંગ્રેજી સિવાયની ભાષાઓમાં માહિતી પ્રદાન કરતું ટેલિફોનિક વૉઇસ મેનૂ -
જાહેર સેવા ઘોષણાઓ -

G. હિતધારકો સાથે સંલગ્નતા અને જાગૃતિ પ્રવર્તનો

ભાષા ઍક્સેસ આયોજન અને અમલીકરણ અંગે LEP ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ કરતા સમુદાય અથવા હિસ્સેદાર સંસ્થાઓ સાથે અમારી એજન્સીની સંલગ્નતા શામેલ છે (કોષ્ટક 9):

કોષ્ટક 9: હિતધારકો સાથે સંલગ્નતા અને જાગૃતિ પ્રવૃત્તિઓ
પદ્ધતિ લાગુ પડતા બધા (X) પર ચેક કરો
અમારી ભાષા ઍક્સેસ યોજનાની જાણ કરવા હિતધારકોને સાંકળવા, જેમાં સમૂહો સાથે જાહેર શ્રવણ સત્રો અને/અથવા વ્યક્તિગત મીટિંગ્સનો સમાવેશ થઈ શકે છે -
આ યોજના અમલમાં મૂકાય અને અપડેટ થાય ત્યારે હિતધારકો સાથે સંલગ્નતા યોજવાનું અને જાળવવાનું આયોજન, જેમાં જાહેર શ્રવણ સત્રો અને/અથવા વ્યક્તિગત મીટિંગ્સનો સમાવેશ થઈ શકે છે X
વિભિન્ન ભાષા સમુદાયોમાંથી મર્યાદિત અંગ્રેજી કુશળતા ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચવા માટે કાર્યક્રમ/સેવા-વિશેષ પ્રવૃત્તિઓ અને સંચાર માટે સ્પષ્ટ અને માપવા યોગ્ય લક્ષ્યો હોવા -
સ્થાનિક, સાંસ્કૃતિક અને ભાષાત્મક રીતે વિવિધ સમુદાય આધારિત સંસ્થાઓ અને મીડિયા સહિતની વિતરણ યાદીઓને જાળવવી અને ઉપયોગ કરવી, જેથી એજન્સીની ભાષા ઍક્સેસ સેવાઓ સંબંધિત માહિતી પ્રસારિત કરી શકાય -
પ્રતિસાદ મેળવવા માટે વેબસાઇટ અને/અથવા ભાષા ઍક્સેસ સંબંધિત પ્રશ્નો, પ્રતિસાદ અને/અથવા ચિંતાઓ માટે જાહેર ઇમેલ સરનામું X

H. કર્મચારીની તાલીમ

P.L. 2023, c.263 અમલમાં લાવવાના કાર્યમાં સંકળાયેલા સ્ટાફ માટે, વાર્ષિક તાલીમમાં નીચેના વિષયો સામેલ હોય છે (ટેબલ 10):

કોષ્ટક 10: કર્મચારીની તાલીમ
વિષય લાગુ પડતા બધા (X) પર ચેક કરો
ભાષા સહાય સેવાઓ પ્રદાન કરવા માટે એજન્સીના કાનૂની જવાબદારીઓ X
એજન્સીની ભાષા ઍક્સેસ નીતિઓ અને પ્રોટોકોલ -
ભાષા સહાય સેવાઓ પ્રદાન કરવા માટે એજન્સીના સ્રોતો અને શ્રેષ્ઠ પ્રથાઓ -
દુભાષિય અને અનુવાદક સાથે કેવી રીતે જોડાવું અને કામ કરવું X
સાંસ્કૃતિક કુશળતા અને સાંસ્કૃતિક સંવેદનશીલતા -
અનુવાદ અને અર્થઘટનની સેવાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી X
LEP ધરાવતા વ્યક્તિઓને પ્રદાન કરાયેલ ભાષા ઍક્સેસ સેવાઓનો રેકોર્ડ જાળવવો -

I. રેકોર્ડ જાળવણી, સુસંગતતાના નિરીક્ષણ અને અહેવાલની પ્રક્રિયાઓ

1. વાર્ષિક આંતરિક નિરીક્ષણ

અમારી એજન્સી આ યોજનાનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તે જોવા માટે, P.L. 2023, c.263 સાથેની અનુરૂપતા સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબ નિરીક્ષણ કરે છે (ટેબલ 11):

કોષ્ટક 11: વાર્ષિક આંતરિક નિરીક્ષણ
પદ્ધતિ લાગુ પડતા બધા (X) પર ચેક કરો
આ યોજનાના અમલીકરણ પર એજન્સીના કામની દેખરેખ રાખવા માટે પદ્ધતિઓની સ્થાપનાને સમર્થન આપવું X
P.L. 2023, c.263 સાથેની અનુરૂપતા અંગે એજન્સીના વાર્ષિક અહેવાલ માટે જરૂરી ડેટા એકત્રિત કરવા અને સંકલિત કરવા X
P.L. 2023, c.263 મુજબ વાર્ષિક અહેવાલ સમયસર જમા કરવો X

2. આંતરિક રેકોર્ડ જાળવણી

અમારી એજન્સી ભાષા ઍક્સેસ સંબંધિત ડેટાનું સતત ટ્રેકિંગ કરે છે. હાલના ટ્રેકિંગમાં નીચે દર્શાવેલ વસ્તુઓનો સમાવેશ થાય છે [કોષ્ટક 12]:

કોષ્ટક 12: આંતરિક રેકોર્ડ જાળવણી
મેટ્રિક લાગુ પડતા બધા (X) પર ચેક કરો
ભાષા સહાય સેવાઓ માટેની વિનંતીઓની પુનરાવૃત્તિ X
વિનંતીઓ કેવી રીતે પૂર્ણ કરવામાં આવી X
શું જરૂરી સાત સિવાયની ભાષાઓમાં ભાષા સહાય સેવાઓની વિનંતી કરવામાં આવી હતી -
એજન્સી LEP ધરાવતા લોકોને ઉપલબ્ધ ભાષા સહાય સેવાઓ વિશે કેવી રીતે સૂચિત કરવાનો ઇરાદો ધરાવે છે -
LEP ધરાવતા વ્યક્તિઓને ભાષા સહાય સેવાઓની વાસ્તવિક જોગવાઈનું એજન્સી કેવી રીતે દસ્તાવેજીકરણ કરે છે -

પરિશિષ્ટ 1: અનુવાદિત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી

મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોનું ભાષાંતર એક ચાલુ રહેતી પ્રક્રિયા છે. આ પ્રકાશનની તારીખના રોજથી, નીચેના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો નીચેની ભાષાઓમાં જાહેરમાં ઉપલબ્ધ છે પરિશિષ્ટ 1: અનુવાદિત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની યાદી

Page Last Updated: 01/12/2026