Division of Medical Assistance and Health Services

NJ FamilyCare/Medicaidમાં ફેડરલ ફેરફારો


ફેડરલ સરકારે પાનખર 2026થી શરૂ થતા NJ FamilyCare માટે કોણ લાયક છે તે અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમમાં આ ફેરફારો "વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ (One Big Beautiful Bill Act)"નો એક ભાગ છે જે જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સહી દ્વારા કાયદો બન્યો. આ નવા નિયમો બધાને લાગુ પડતા નથી. નીચેની માહિતી સમજાવે છે કે કયા સભ્યોને અસર થઈ શકે અને તેઓ કેવી રીતે તૈયારી કરી શકે.

કયા નિયમો બદલાઈ રહ્યા છે અને ક્યારે?

1 ઓક્ટોબર, 2026થી શરૂ કરીને:

  • કેટલાક બિન-નાગરિક ઇમિગ્રન્ટ્સ હવે NJ FamilyCare માટે લાયક ન રહે તેમ બની શકે.

1 જાન્યુઆરી, 2027થી શરૂ કરીને:

  • 19 થી 64 વર્ષની વયના કેટલાક પુખ્ત વયના લોકોએ તેમનું કવરેજ ચાલુ રાખવા અથવા NJ FamilyCare માટે લાયક બનવા માટે કામ કરવું પડશે, સ્વયંસેવક બનવું પડશે અથવા શાળાએ જવું પડશે. આને "સામુદાયિક સંલગ્નતા" કહેવામાં આવે છે. આ સભ્યોએ દર 6 મહિને (દર 12 મહિનાને બદલે) તેમના કવરેજને રિન્યૂ કરવું આવશ્યક છે.
  • 19 થી 64 વર્ષની વયના અન્ય પુખ્ત વયના લોકોને કામ કરવા, સ્વયંસેવક બનવા અથવા શાળાએ જવાની આવશ્યકતામાંથી મુક્તિ મળી શકે છે, જોકે આમ છતાં તેમણે દર 6 મહિને તેમના કવરેજને રિન્યૂ કરવું પડે તેમ બની શકે.

જો આ ફેરફારો તમને લાગુ પડે તો NJ FamilyCare વધુ માહિતી સાથે પાનખર 2026 સુધીમાં તમારો સંપર્ક કરશે. નીચે સૂચિમાં આપેલી તારીખોથી શરૂ કરીને નવા નિયમો તમારા કવરેજને અસર કરે તેમ બને.

1, ઑક્ટોબર 2026

કેટલાક બિન-નાગરિક ઇમિગ્રન્ટ્સ હવે NJ FamilyCare/Medicaid માટે લાયક ન હોઈ શકે.

હજી લાયક હોઈ શકે તેવા બિન-નાગરિકોમાં સમાવિષ્ટ છે: હવે લાયક ન ઠરી શકે તેવા બિન-નાગરિકોમાં સમાવિષ્ટ છે:
  • ઓછામાં ઓછા 5 વર્ષના કાયદેસર કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ પરની તારીખથી ગણતરી કરીને)
    • નોંધ: કેટલાક કાયદેસર કાયમી રહેવાસીઓ 5-વર્ષની પ્રતીક્ષાને આધિન ન હોઈ શકે— નીચે વધુ વિગતો જોવા વિનંતી.
  • ક્યુબન/હૈતીયન એન્ટ્રન્ટ્સ
  • કોમ્પેક્ટ ઓફ ફ્રી એસોસિએશન (COFA) માઇગ્રન્ટ્સ
  • 19 વર્ષથી ઓછી ઉંમરના બાળકો
  • કાયદેસર રીતે હાજર બિન-નાગરિકો જે:
    • સગર્ભા હોય, અથવા
    • 21 વર્ષથી ઓછી ઉંમરના હોય
  • શરણાર્થીઓ
  • આશ્રય મેળવનારાઓ
  • માનવતાવાદી પેરોલ પર હોય તેવા લોકો
  • ઘરેલુ હિંસા અથવા માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો

જો તમે આ જૂથોમાંના એકમાં હો અને કાયદેસર કાયમી નિવાસીના દરજ્જા બાબતે ગોઠવણ કરી છે, તો તમે હજી પણ લાયક ઠરી શકો છો – નીચે વધુ વિગતો જોવા વિનંતી.

હજી લાયક હોઈ શકે તેવા બિન-નાગરિકોમાં સમાવિષ્ટ છે: હવે લાયક ન ઠરી શકે તેવા બિન-નાગરિકોમાં સમાવિષ્ટ છે:
  • ઓછામાં ઓછા 5 વર્ષના કાયદેસર કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ પરની તારીખથી ગણતરી કરીને)
  • બિન-નાગરિકો કે જે નીચેના જૂથોમાંથી એકમાં હોય અને જેમણે છેલ્લા 5 વર્ષની અંદર કાયદેસરના કાયમી નિવાસી બાબતે ગોઠવણ કરી હોય:
    • શરણાર્થીઓ
    • આશ્રય મેળવનારાઓ
    • તસ્કરીના પ્રમાણિત પીડિતો અને તેમના જીવનસાથી, બાળક, ભાઈ-બહેન અથવા માતાપિતા
    • નિવૃત્ત સૈનિકો અથવા સક્રિય-ફરજ પરના લશ્કરી સૈનિકો અને જીવનસાથી અથવા અપરિણીત આશ્રિતો કે જેમની પાસે પણ લાયક બિન-નાગરિક દરજ્જો છે
    • અમેરેશિયન ઇમિગ્રન્ટ્સ
    • ઇરાકી અને અફઘાની વિશેષ ઇમિગ્રન્ટ્સ અને પેરોલ પર હોય તેવા લોકો
    • યુક્રેનિયન હ્યુમેનિટેરિયન પેરોલ (UHP) પ્રોગ્રામ હેઠળ 24 ફેબ્રુઆરી, 2022 અને 30 સપ્ટેમ્બર, 2024 ની વચ્ચે યુ.એસ.માં પેરોલ મેળવનાર વ્યક્તિઓ
    • જે લોકોનું દેશનિકાલ અટકાવવામાં આવ્યુ હોય છે
  • કાયદેસર રીતે હાજર બિન-નાગરિકો જે:
    • સગર્ભા હોય, અથવા
    • 21 વર્ષથી ઓછી ઉંમરના હોય
  • ક્યુબન/હૈતીયન એન્ટ્રન્ટ્સ
  • માઇક્રોનેશિયા, માર્શલ આઇલેન્ડ્સ અને પલાઉના વ્યક્તિઓ સહિત કોમ્પેક્ટ ઓફ ફ્રી એસોસિએશન (COFA) માઇગ્રન્ટ્સ
  • 19 વર્ષથી નીચેના બાળકો, તેમની ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વિના
  • મહિલાઓ વિરુદ્ધ હિંસા અધિનિયમ હેઠળ અરજી કરનારા, ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકો, જેમણે કાયદેસર કાયમી નિવાસીના દરજ્જા બાબતે ગોઠવણ કરી નથી અથવા છેલ્લા 5 વર્ષની અંદર કાયદેસર કાયમી નિવાસી બાબતે ગોઠવણ કરી છે
  • અસ્થાયી માનવતાવાદી પેરોલ પર રહેલા (ઓછામાં ઓછા એક વર્ષ માટે યુ.એસ.માં પેરોલ મળી હોય તે)
  • નીચેના જૂથોમાં બિન-નાગરિકો જેમણે કાયદેસર કાયમી નિવાસી દરજ્જા બાબતે ગોઠલણ કરી નથી:
    • શરણાર્થીઓ
    • આશ્રય મેળવનારાઓ
    • તસ્કરીના પ્રમાણિત પીડિતો અને તેમના જીવનસાથી, બાળક, ભાઈ-બહેન અથવા માતાપિતા
    • નિવૃત્ત સૈનિકો અથવા સક્રિય-ફરજ પરના લશ્કરી સૈનિકો અને જીવનસાથી અથવા અપરિણીત આશ્રિતો કે જેમની પાસે પણ લાયક બિન-નાગરિક દરજ્જો છે
    • પેરોલ પરના ઇરાકી અને અફઘાની લોકો
    • યુક્રેનિયન હ્યુમેનિટેરિયન પેરોલ (UHP) પ્રોગ્રામ હેઠળ 24 ફેબ્રુઆરી, 2022 અને 30 સપ્ટેમ્બર, 2024 ની વચ્ચે યુ.એસ.માં પેરોલ મેળવનાર વ્યક્તિઓ
    • જે લોકોનું દેશનિકાલ અટકાવવામાં આવ્યુ હોય છે

અપડેટ્સ મેળવવા અને તમે કેવી રીતે તૈયાર કરી શકો છો તે માટે આ પૃષ્ઠને વારંવાર તપાસવા વિનંતી.

1 જાન્યુઆરી, 2027

કેટલાક પુખ્ત વયના લોકોએ તેમનું કવરેજ રાખવા અથવા NJ FamilyCare/Medicaid માટે લાયક બનવા માટે કામ કરવું પડશે, સ્વયંસેવક બનવું પડશે અથવા શાળાએ જવું પડશે. આ સભ્યોએ દર 6 મહિને (દર 12 મહિનાને બદલે) તેમના કવરેજને રિન્યૂ કરવું આવશ્યક છે.

ઘણા સભ્યોને કામ કરવા, સ્વયંસેવક બનવા અથવા શાળાએ જવાની જરૂર નથી, જોકે આમ છતાં તેમણે દર 6 મહિને તેમના કવરેજને રિન્યૂ કરવું પડે તેમ બની શકે.

2027થી શરૂ કરીને, જ્યારે તમે તમારા કવરેજ માટે અરજી કરો અથવા તેને રિન્યૂ કરો ત્યારે NJ FamilyCare આ આવશ્યકતાઓને તપાસશે.

શું મારે કામ કરવું પડશે, સ્વયંસેવક બનવું પડશે અથવા શાળાએ જવું પડશે?

Yનીચેના વર્ણનમાંથી કોઈ તમને લાગુ પડતું હોય, તો તમારે કામ કરવું પડે, સ્વયંસેવક બનવું પડે અથવા શાળાએ જવું પડે તેમ બને: નીચેના વર્ણનમાંથી કોઈ તમને લાગુ પડતું હોય, તો તમારે કામ કરવાની, સ્વયંસેવક બનવાની અથવા શાળાએ જવાની જરૂર ન પડે તેમ બને:
  • 19-64 વર્ષની પુખ્ત વયની વ્યક્તિ
  • પ્લાન પ્રકાર ABP (વૈકલ્પિક લાભ યોજના)માં નોંધણી કરાવેલ

તમારા પ્લાનનો પ્રકાર તપાસવાની રીત જાણવા નીચે જુઓ.

આનો અર્થ શું છે: આ વર્ણન તમને લાગુ પડતું હોય, તો તમારે કવરેજ માટે લાયક બનવા માટે કામ કરવાની, સ્વયંસેવક બનવાની અથવા શાળામાં જવાની જરૂર પડી શકે છે.

NJ FamilyCare તમને રોજગાર, સ્વયંસેવક તરીકેના કાર્ય અથવા શાળામાં નોંધણીનો પુરાવો દર્શાવતા દસ્તાવેજો પ્રદાન કરવા માટે કહી શકે છે.

  • 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો
  • વૃદ્ધ, અંધ, વિકલાંગ (ABD) સભ્યો
  • નીચેનાના માતાપિતા અથવા સંભાળ રાખનાર:
    • 14 વર્ષથી ઓછી ઉંમરનું બાળક
    • વિકલાંગ વ્યક્તિ
  • શારીરિક સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિ, માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અથવા નશીલા પદાર્થના ઉપયોગ/વ્યસન ધરાવતી વ્યક્તિ
  • SNAP (પૂરક પોષણ સહાયતા કાર્યક્રમ) ખોરાક સહાયતા કાર્યની આવશ્યકતાઓને પૂર્ણ કરવી
  • ગર્ભવતી
  • પ્રસૂતિ પછીના 1 વર્ષની અંદર (ગર્ભાવસ્થા સમાપ્ત થયા પછી)
  • 26 વર્ષથી ઓછી ઉંમરના વર્તમાન અથવા ભૂતપૂર્વ ફોસ્ટર યુથ
  • હાલમાં અથવા તાજેતરમાં જેલ અથવા કેદખાનામાં

આનો અર્થ શું છે: આ વર્ણન તમને લાગુ પડતું હોય, તો તમારે કવરેજ માટે લાયક બનવા માટે કામ કરવાની, સ્વયંસેવક બનવાની અથવા શાળામાં જવાની જરૂર ન પડે તેમ બને.

NJ FamilyCare તમને તમારો દરજ્જો સાબિત કરતા દસ્તાવેજો પ્રદાન કરવા માટે કહી શકે છે.


શું મારે દર 6 મહિને મારું કવરેજ રિન્યૂ કરવું પડશે?

નીચેના વર્ણનમાંથી કોઈ તમને લાગુ પડતું હોય તો તમારે દર 6 મહિને તમારું કવરેજ રિન્યૂ કરવું જરૂરી બની શકે છે: નીચેના વર્ણનમાંથી કોઈ તમારા માટે યોગ્ય હોય, તમારે દર 6 મહિને તમારું કવરેજ રિન્યૂ કરવું જરૂરી ન હોય તેમ બને:
  • 19-64 વર્ષની પુખ્ત વયની વ્યક્તિ
  • પ્લાન પ્રકાર ABP (વૈકલ્પિક લાભ યોજના)માં નોંધણી કરાવેલ

તમારા પ્લાનનો પ્રકાર તપાસવાની રીત જાણવા નીચે જુઓ.

  • બાળકો
  • સૌથી વધુ વૃદ્ધ, અંધ, વિકલાંગ (ABD) સભ્યો

ફેડરલ ફેરફારો પરના અપડેટ્સ માટે આ પૃષ્ઠને વારંવાર તપાસવા વિનંતી.


હું મારા પ્લાનનો પ્રકાર ક્યાં ચકાસી/શોધી શકું?
 

  • તમારા વર્તમાન હેલ્થ પ્લાન આઇડી કાર્ડની પાછળના ભાગમાં સભ્ય સેવાઓના નંબર પર કૉલ કરો.
  • તમારા હેલ્થ પ્લાન આઇડી કાર્ડનો આગળનો ભાગ તપાસો – સૂચનાઓ માટે નીચે જુઓ:
    • જો તમારી નોંધણી Aetnaમાં થઈ હોય, તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકશો નહીં. તમારા હેલ્થ પ્લાન આઇડી કાર્ડ પરના સભ્ય સેવાઓ નંબર પર કૉલ કરવા વિનંતી.
    • જો તમારી નોંધણી Fidelis Care, UnitedHealthcare, Horizon અથવા Wellpointમાં થઈ હોય, તો નીચે આપેલા વૈકલ્પિક લાભ યોજના (ABP)ના ઉદાહરણના આઇડી કાર્ડ્સ જોઈ જવા વિનંતી. ઉદાહરણમાં લાલ બોક્સમાં બતાવાયા મુજબ, તમારા કાર્ડ પર ABP અથવા વૈકલ્પિક લાભ યોજના આવતું હોય, તો તમારી નોંધણી ABP યોજનામાં થયેલી છે.
Member information is centered toward the left half of the card, and copay information is grouped on the right side. The red box appears in the upper-left to middle-left area of the card, directly beneath the member name and ID number.
Fidelis Care
Member details are listed in lines across the left half of the card. The red box is located in the upper-right corner area, aligned with the “Plan” label. Inside that box, the plan is shown as “ABP.”
Horizon
The red box is located at the very bottom of the card, stretching horizontally across the right half of the card’s lower edge. It highlights a sentence that reads “NJ Alternative Benefit Plan, Underwritten by AmeriChoice of New Jersey, Inc.”
United Healthcare
The red box is positioned in the upper-left quadrant of the card, just below the logo. It highlights the text “NJ FamilyCare ABP.”
Wellpoint

NJ FamilyCare/Medicaid સભ્યોને કેવી રીતે મદદ કરે છે?

NJ FamilyCare ન્યૂ જર્સીના તમામ પાત્ર રહેવાસીઓ માટે આરોગ્ય કવરેજ અને સંભાળ જાળવવા માટે કામ કરી રહ્યું છે. ફેરફારોનું સંચાલન કરવા અને તમારી સાથે માહિતી શેર કરવા માટે, NJ FamilyCare રાજ્ય એજન્સીઓ, પ્રદાતાઓ, આરોગ્ય યોજનાઓ, હિમાયતીઓ અને અન્ય જૂથો સાથે ભાગીદારી કરી રહ્યું છે. વધુમાં, NJ FamilyCare ટેક્નોલોજીમાં રોકાણ કરી રહ્યું છે અને અરજી તથા રિન્યૂને સરળ અને વધુ વિશ્વસનીય બનાવવા માટે તેની પ્રક્રિયાઓમાં સુધારો કરી રહ્યું છે.

જ્યારે તમારે રિન્યૂ કરવાનો સમય હોય, ત્યારે NJ FamilyCare તમારું કવરેજ આપમેળે ચાલુ રહી શકે છે કે નહીં તે જોવા માટે તમારી માહિતીની સમીક્ષા કરશે.

  • જો NJ FamilyCare પાસે પહેલેથી જ જરૂરી માહિતી હોય, તો તમારું કવરેજ રિન્યૂ કરવામાં આવ્યું હોવાનું જણાવતો એક પત્ર તમને મળશે.
  • જો NJ FamilyCareને વધુ માહિતીની જરૂર હશે, તો તમને માહિતી પત્ર અથવા રિન્યૂઅલ પેકેટ માટેની વિનંતી પ્રાપ્ત થશે. કવરેજમાં અંતર ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે જવાબ આપવા વિનંતી.

તમે ફેરફારો માટે કેવી રીતે તૈયારી કરી શકો છો?

  • તમારા NJ FamilyCare લાભોનો ઉપયોગ કરતા રહો અને તમારી એપોઇન્ટમેન્ટ્સ પર જાઓ.
  • તમારી સંપર્ક માહિતી અપડેટ કરો જેથી તમે મહત્ત્વપૂર્ણ સંદેશાઓ ચૂકો નહીં. તમારું સરનામું અથવા ફોન નંબર બદલાઈ ગયો હોય તો NJ FamilyCare કસ્ટમર સર્વિસને 1-800-701-0710 (TTY: 711) પર કૉલ કરો.
  • NJ FamilyCare અથવા તમારી આરોગ્ય યોજના તરફથી આવતા પત્રો, ઇમેઇલ્સ અથવા ટેક્સ્ટ્સ પર નજર રાખો.
  • શક્ય તેટલી વહેલી તકે NJ FamilyCareના તમામ મેઇલ ખોલો અને જવાબ આપો.
  • તમને લાગતું હોય કે તમે હવે લાયક નહીં ઠરતા હો તો પણ કવરેજ માટે અરજી કરો અથવા તેને રિન્યૂ કરો
  • આ વેબસાઇટ વારંવાર તપાસો. NJ FamilyCare ઉપલબ્ધ થતાં વધુ વિગતો શેર કરશે.

આ પૃષ્ઠ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું.